અમદાવાદમાં પારો નીચે ગયો; ઠંડી વધવાની આગાહી…

0
2064
અમદાવાદ શહેર 16 ડિસેંબર, રવિવારે ઠંડા પવનને કારણે ઠૂંઠવાતું રહ્યું. શીત લહેર અને વાદળછાયા હવામાનને કારણે લઘુત્તમ તાપમાન વધુ નીચે ગયું છે. શહેર તથા આસપાસના વિસ્તારોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદમાં ૧૨.૧ ડિગ્રી જ્યારે પાટનગર ગાંધીનગરમાં ૧૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં શીતપ્રકોપનું મોજું યથાવત્ રહ્યું છે. ડીસામાં ૭.૬ ડિગ્રી, ભુજમાં ૧૧.૪ ડિગ્રી, વડોદરામાં ૧૧ ડિગ્રી, રાજકોટમાં ૧૪.૩ ડિગ્રી, નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૨.૪ ડિગ્રીએ પહોંચ્યું છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)