વન દિવસ સંવાદ કાર્યક્રમ

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીય વન દિવસના ઉપલક્ષ્યમાં બાયસેગ સેટકોમ માધ્યમથી સંવાદ-વાર્તાલાપ કર્યો હતો. ગ્રામીણ અંતરિયાળ વિસ્તારો સહિતના ૧૮ લાખ જેટલા નાગરિક ભાઇબહેનો, શાળાકોલેજના બાળકો-વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતોસંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ર૧મી માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષના આ દિવસની થીમ ‘ફોરેસ્ટસ એન્ડ સસ્ટેઇનેબલ સિટીઝ’ રાખવામાં આવી છે.  આધુનિક યુગમાં નગરો-મહાનગરોના વિકાસ સાથે ઇકોફ્રેન્ડલી-સસ્ટેઇનેબલ સિટીના નિર્માણ માટેની જનભાગીદારી પ્રેરિત કરવાના રાજ્ય સરકારના આયામોની વિશદ ભૂમિકા આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી.આ પ્રસંગે ગુજરાતમાં જનભાગીદારીથી વન આવરણ વિસ્તાર વૃદ્ધિ, વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં થયેલ વધારો તેમજ વન ક્ષેત્રે ગુજરાતની સ્થિતિની પણ છણાવટ કરી હતી. મુખ્યપ્રધાનના હસ્તે વન વિસ્તાર બહારના વૃક્ષોની ગણતરીનો ચોથો અહેવાલ તેમ જ ગીર ફાઉન્ડેશનના પ્રકાશન કોસ્ટલ ફલોરા ઓફ ગલ્ફ ઓફ કચ્છ ગાઇડનું વિમોચન કરવામાં આવ્યું હતું.