વિશ્વ પર્યાવરણ દિનઃ બાળકોની કલ્પનાના સુંદર ચિત્રો

અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિન પૂર્વે અમદાવાદ વન મૉલ દ્વારા દેશનાં બાળકોને એક ખાસ પ્રયાસ તરીકે  પોતાની આસપાસનું વાતાવરણ સ્વચ્છ, સુરક્ષિત અને હરિયાળુ રાખવા માટે પ્રોત્સાહિત કરવાના ભાગ તરીકે ચિત્ર પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

6 થી 14 વર્ષનાં બાળકોને આ પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. કુલ 40 બાળકોએ આ એક કલાકની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.

બાળકો માટે કીટની સંપૂર્ણ વ્યવસ્થા કરવા ઉપરાંત પસંદગીના વિષયે બાળકોએ દોરેલાં ચિત્રો  આસપાસમાં ખાસ ડિઝાઈન કરાયેલી દીવાલ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. બાળકોની આંખે વિશ્વની સુંદરતમ કલ્પનાઓને કાગળ પર ઊતરતી નિહાળવાનો લહાવો લેવો ઉપસ્થિતો માટે પણ અનેરો બની રહ્યો હતો.