કિર્તીમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન

0
981
પોરબંદર: આજે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે તેમના વતન પોરબંદર ખાતે ગાંધી જ્યંતિની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. બાપુના જન્મ સ્થળ કિર્તીમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દર વર્ષની પરંપરા મુજબ પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતાં. કિર્તી મંદિરના સંચાલન સમિતિના અઘ્યક્ષ ઇશ્વર સિંહ પટેલ પણ આ પ્રાથના સભામાં ઉપસ્થિત રહ્યાં હતાં.