દિવ્યાંગોની સાયકલ રેલી દ્વારા ચેરિટી ઈવેન્ટ…

0
556

અમદાવાદઃ સેન્સ ઇન્ડિયાએ અંધ બધિરતા અંગે જાગૃતિ ફેલાવી તેના પાંચમા વાર્ષિક ચેરીટી ઈવેન્ટ – મેસેન્જર ઓન સાયકલ્સ કાર્યક્રમ અને હેલન કેલર સપ્તાહ મનાવવાનુ આયોજન કર્યું છે.

હેલન કેલર સપ્તાહ પ્રસિધ્ધ અંધબધિર લેખિકા હેલન કેલરની જન્મ જયંતિ પ્રસંગે મનાવવામાં આવે છે. અમદાવાદમાં સાયકલ સવારોએ દિવ્યાંગતા ધરાવતા લોકો સાથે સાયકલ પર 12 કિ.મી.ફરીને જાગૃતિ ફેલાવી હતી અને અંધબધિર લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સમાવી લેવાનો સંદેશ આપ્યો હતો.