કેલિફોર્નિયામાં દાવાગ્નિએ 31નો ભોગ લીધો…

0
667
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લાગેલી ભયાનક આગે (દાવાનળ)એ અત્યાર સુધીમાં 31 જણનો ભોગ લેવાઈ ગયો છે અને બીજાં 228 જણ લાપતા હોવાનો અહેવાલ છે. દવને કારણે અઢી લાખ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના ઈતિહાસમાં આ સૌથી ભીષણ આગ છે. આ આગે 70 હજાર હેક્ટર જમીનનો નાશ કર્યો છે અને માલીબુમાં સેલવેશન આર્મી કેમ્પને પણ સળગાવી દીધી છે. આગ પેસિફિક કોસ્ટ સુધી પહોંચી ગઈ છે.