કોલકાતામાં ફ્લાયઓવરનો હિસ્સો તૂટી પડ્યો…

0
492
કોલકાતાના દક્ષિણ ભાગના અલીપોર વિસ્તારમાં લોકો તથા વાહનોની અવરજવરને કારણે સતત વ્યસ્ત રહેતા માજેરહાટ ફ્લાયઓવરનો એક હિસ્સો 4 સપ્ટેંબર, મંગળવારે સાંજે લગભગ 4.40 વાગ્યાના સુમારે તૂટી પડ્યો હતો. એના કાટમાળ નીચે કેટલાક લોકો તથા વાહનો દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ, પોલીસના જવાનોએ 25 જણને કાટમાળ નીચેથી ઉગાર્યા હતા, પણ એક જણનું મરણ નિપજ્યું છે. આ પૂલ 40 વર્ષ જૂનો છે અને સમારકામ હેઠળ હતો. આ પૂલ કોલકાતાના મધ્ય ભાગને બેહાલા, ઈકબાલપુર જેવા દક્ષિણ તરફના ભાગોને જોડે છે.