ધૂળેટીઃ મુંબઈમાં બ્રેથ એનલાઈઝર ટેસ્ટ…

0
1099
મુંબઈમાં 2 માર્ચ, શુક્રવારે ધૂળેટીના દિવસે લોકોને દારૂ પીને સ્કૂટર કે મોટરબાઈક હંકારતા રોકવા ટ્રાફિક પોલીસે મુખ્ય માર્ગો પર કડક બંદોબસ્ત રાખ્યો હતો. ઠેકઠેકાણે ટ્રાફિક પોલીસો આલ્કોહોલ માટે બ્રેથ એનલાઈઝર મશીન દ્વારા ટેસ્ટ કરતા જોવા મળ્યા હતા. બાઈકચાલકોના શ્વાસના આ પરીક્ષણ પરથી માલૂમ પડે કે એણે દારૂ ઢીંચ્યો છે કે નહીં. આ તસવીરમાં એક મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ એક મહિલા સ્કૂટરચાલકની બ્રેથ એનલાઈઝર ટેસ્ટ લઈ રહી છે.