લોકસભા ચૂંટણીમાં જીતઃ ભાજપ-શિવસેનાની સહિયારી ઉજવણી

0
625
17મી લોકસભા ચૂંટણીના 23 મેએ જાહેર કરાયેલા પરિણામમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની શાનદાર જીતની બંને પક્ષનાં નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોએ મુંબઈમાં નરીમાન પોઈન્ટ વિસ્તાર સ્થિત પક્ષના મુખ્યાલય ખાતે ઉજવણી કરી હતી. કાર્યકર્તાઓએ ઢોલ વગાડ્યા હતા, નાચ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. આ ઉજવણીમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના તેમજ અન્ય સાથી પક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતાઓ પણ સામેલ થયા હતા. (તસવીરોઃ દીપક ધુરી)