પૂનમ મહાજને મુંબઈ ઉત્તર-મધ્યમાંથી ઉમેદવારી નોંધાવી…

0
701
મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર પૂનમ મહાજને 5 એપ્રિલ, શુક્રવારે મુંબઈમાં એમનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. એ પહેલાં એમણે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા ખાતે જઈને દર્શન કર્યાં હતાં. બાદમાં એમણે તેમના મતવિસ્તારમાં રેલી કાઢી હતી જેમાં ભાજપ, શિવસેના તથા રિપબ્લિકન પાર્ટી (ઈન્ડિયા)નાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યાં હતાં. પૂનમ મહાજન ભાજપનાં સ્વ. નેતા પ્રમોદ મહાજનનાં પુત્રી છે અને ભારતીય જનતા યુવા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષા પણ છે. ઉમેદવારપત્ર ભરવા જતાં પહેલાં એમણે એમનાં માતા રેખા મહાજનનાં આશીર્વાદ લીધાં હતાં.
દાદર-પ્રભાદેવીનાં સિદ્ધિવિનાયક મંદિરમાં


દાદરમાં શિવસેનાનાં સ્થાપક સ્વ. બાળાસાહેબ ઠાકરેના સમાધીસ્થળ શક્તિસ્થળ ખાતે...


ગુરુદ્વારા ખાતે


માહિમમાં બાબા મકદુમની દરગાહમાં...


માહિમમાં બાબા મકદુમની દરગાહમાં...


બાન્દ્રાનાં માઉન્ટ મેરી ચર્ચ ખાતે


બાન્દ્રાનાં માઉન્ટ મેરી ચર્ચ ખાતે


પૂનમની સાથે છે ભાજપ મુંબઈ પ્રમુખ આશિષ શેલાર, જે બાન્દ્રા (વેસ્ટ)ના વિધાનસભ્ય છે.