‘ભારત બંધ’: દેશમાં જનજીવન થયું સ્થગિત…

પેટ્રોલ-ડિઝલના આસમાને ગયેલા ભાવ, રૂપિયાના થયેલા અભૂતપૂર્વ અવમૂલ્યન અને મોંઘવારી સામેના વિરોધમાં કોંગ્રેસે 10 સપ્ટેંબર, સોમવારે ‘ભારત બંધ’નું એલાન કર્યું છે. બંધને દેશના રાજ્યોમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે, પણ મોટે ભાગે રાજ્યોમાં જનજીવન સ્થગિત થઈ ગયેલું જોવા મળ્યું છે. ટ્રેન, એસ.ટી. બસ સેવા સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા તેમજ જીવનાવશ્યક સેવાઓને બંધમાંથી બાકાત રાખવામાં આવી છે, પરંતુ લગભગ બધે ઠેકાણે દુકાનો, બજારો, શોરૂમ્સ બંધ રહ્યા છે. ઉપરની તસવીર મુંબઈના અંધેરીની છે જ્યાં મુંબઈ પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોએ ‘રેલ રોકો’ આંદોલન કર્યું હતું, પણ પોલીસે એમને તરત જ ત્યાંથી હટાવી દીધા હતા.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતાઓએ નવી દિલ્હીમાં રાજઘાટથી રામલીલા મેદાન સુધીની કૂચ આદરી હતી.

પટના-બિહાર પશ્ચિમ બંગાળઆસામમાં દુકાનો બંધઓડિશામાં આંદોલનકારોએ ટ્રેન અટકાવીબેંગલોરગુજરાતના ભરૂચમાં આંદોલનકારોએ બસના ટાયર સળગાવી ટ્રાફિક અટકાવ્યોગુજરાતના ભરૂચમાં આંદોલનકારોએ બસના ટાયર સળગાવી ટ્રાફિક અટકાવ્યો