મુંબઈમાં બંધઃ રોડ પર બળદગાડાં ફેરવ્યાં…

10 સપ્ટેંબર, સોમવારે કોંગ્રેસ પ્રેરિત ભારત બંધ આંદોલન દરમિયાન મુંબઈની પડોશના ડોંબિવલીમાં મહિલા કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા પર બળદગાડાઓમાં બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મુંબઈ, નવી મુંબઈ તથા થાણેમાં લગભગ તમામ વિસ્તારોમાં પેટ્રોલ પમ્પ્સ બંધ રાખવામાં આવ્યા હતા. મુંબઈમાં બંધ દરમિયાન અનિચ્છનીય હિંસાખોરીના બનાવ ન બને એ માટે પોલીસો સીસીટીવી કેમેરા લગાડેલી ગાડીઓ સાથે રસ્તાઓ પર ચાંપતી નજર રાખીને ફરી રહ્યા હતા. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 88 રૂપિયાને પાર ગયો છે.