બેંક કર્મચારીઓ હડતાળ પર

0
670

અમદાવાદઃ વેતન વધારા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને આજથી બે દિવસ માટે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. જેમાં આજે અમદાવાદમાં રેલી કાઢીને કર્મીચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાયા હતા. 30 અને 31 મેના રોજ બેંકોની હડતાળને કારણે અંદાજે રૂ. 15 હજારથી વધુ રકમના ચેકોનું ક્લિયરિંગ ઠપ થઈ જશે. બેંક કર્મીઓ પોતાની માંગણી સાથે સરકારના છાજીયા લીધા હતા અને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.