અન્ના હઝારેએ ભૂખહડતાળ સમાપ્ત કરી…

કેન્દ્ર સ્તરે લોકપાલ, રાજ્યો સ્તરે લોકાયુક્તોની નિમણૂક, ચૂંટણીપ્રક્રિયામાં સુધારા, કિસાનોને એમના પાક માટે ઉચિત ટેકાના ભાવ મળે એવી માગણીઓ છ-મહિનામાં પૂરી કરવાની કેન્દ્રની સરકાર તરફથી ખાતરી મળતાં ગાંધીવાદી સમાજસેવક અન્ના હઝારેએ એમની સાત-દિવસ જૂની ભૂખહડતાળ 29 માર્ચ, ગુરુવારે નવી દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે સમાપ્ત કરી દીધી હતી. કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રામલીલા મેદાન ખાતે જઈને હઝારેને નાળિયેરનું પાણી પીવડાવીને ભૂખહડતાળનો અંત લાવ્યો હતો. એ વખતે કેન્દ્રીય કૃષિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત પણ ઉપસ્થિત હતા.