ગોદાવરી નદીમાં લોન્ચ ડૂબી ગઈ…

0
715
આંધ્ર પ્રદેશના ઈસ્ટ ગોદાવરી જિલ્લાના દેવીપટનમ ગામ ખાતે ગોદાવરી નદીમાં એક લોન્ચ ઊંધી વળી જવાથી 22 જણ માર્યા ગયા છે અને બીજાં 25 જણ લાપતા છે. 16 એપ્રિલ, બુધવારે ડૂબી ગયેલી લોન્ચને ખેંચીને કાંઠા પર લાવવામાં આવી હતી. બચાવ કામદારોએ નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ દેવીપટનમ બીચની મુલાકાત લઈને મૃતકોનાં સ્વજનોને સાંત્વન આપ્યું હતું. લોન્ચ મંગળવારે સાંજે જોરદાર પવન ફૂંકાવાથી નદીમાં ડૂબી ગઈ હતી. પાંચ પ્રવાસીઓ તરીને કિનારે પહોંચવામાં સફળ થયા હતા.

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ દેવીપટનમ બીચ ખાતે.