બેન્ડ કોન્સર્ટ અને વાયુસેનાના ઉપકરણોએ જમાવ્યું આકર્ષણ

0
797

ગાંધીનગરઃ ભારતીય વાયુસેના દ્વારા એર માર્શલ અર્જન સિંઘના જન્મ શતાબ્દી વર્ષની સમગ્ર દેશમાં ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે આજે રાજ્યપાલ ઓ.પી. કોહલીના અધ્યક્ષ સ્થાને વાયુસેનાના જવાનો દ્વારા સુમધુર બેન્ડ કોન્સર્ટનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાયુસેનાના વિશેષ ઉપકરણોની પ્રદર્શની યોજવામાં આવી હતી.