કેરીના રસથી સોમનાથ મહાદેવનો અભિષેક

0
1124

સોમનાથઃ સોમનાથ મહાદેવને અમદાવાદના મનોરથી અવનિશભાઇ નાગોરી પરિવાર દ્વારા કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. આ પરિવાર દ્વારા શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા સમયે શિવલિંગ પર કેરીના રસનો અભિષેક કરવામાં આવ્યો હતો. તો આ સાથે જ કેરીના ફળથી સોમનાથ મહાદેવનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. પ્રથમવાર મહાદેવજીના આ પ્રકારના અદભૂત અને અલૌકિક સ્વરૂપના દર્શન કરીને દર્શને આવનારા ભક્તોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.