અમદાવાદઃ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પવા સભા યોજાઈ

0
669

અમદાવાદ– પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને શ્રદ્ધાસુમન અર્પણ કરી ગુજરાત સાથેનો તેમનો નાતો યાદ કરવામાં આવ્યો હતો. અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન રુપાણી સહિત મહાનુભાવો તથા શહેરના અગ્રણીઓ, સાધુસંતો અને નાગરિકો ઉપસ્થિત રહી અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.