શ્રાવણના અંતિમ દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ

0
681
સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના આંગણે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. તો સાથે જ શ્રાવણી અમાસના દિવસે ત્રીવેણીમાં સ્નાન કરવાનું પણ ખૂબ મહાત્મ્ય છે ત્યારે ત્રીવેણીમાં સ્નાન કરવા માટે પણ ભક્તોની ભીડ જામી હતી. તો આ સાથે જ સોમનાથ મહાદેવનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો જેને જોઈને ભક્તોએ ધન્યતાની લાગણી અનૂભવી હતી.