રણબીર, દીપિકાએ સાથે કર્યું રેમ્પ વોક…

0
4159
મુંબઈમાં જુહૂ વિસ્તારમાં આવેલી જે.ડબલ્યુ. મેરિયટ ફાઈવ સ્ટાર હોટેલમાં 19 એપ્રિલ, ગુરુવારે યોજવામાં આવેલા ‘ધ વોક ઓફ મિજવાન’ ફેશન શો કાર્યક્રમમાં બોલીવૂડ કલાકારો રણબીર કપૂર અને દીપિકા પદુકોણે મનીષ મલ્હોત્રાનાં ડિઝાઈનર વસ્ત્રોમાં સજ્જ થઈને રેમ્પ વોક કર્યું હતું. આ જોડી ત્રણ વર્ષે આ ફેશન શોમાં રેમ્પ પર ફરી સાથે જોવા મળી છે. એને કારણે બોલીવૂડનું આ ચર્ચાસ્પદ કપલ જેવું રેમ્પ પર આવ્યું કે એની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. બંને જણ મનીષનાં કલેક્શનમાંથી સુંદર રીતે એમ્બ્રોઈડરી કરેલા ડ્રેસમાં સજ્જ થયાં હતાં. રણબીરે કાળા રંગની ફ્લોરલ એમ્બ્રોઈડર શેરવાની પહેરી હતી તો દીપિકા પર્લસેન્ટ લેહન્ગામાં સજ્જ થઈ હતી. આ ફેશન શોનું આયોજન મિજવાન વેલ્ફેર સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વખતનો શો સંસ્થાનો આઠમો વાર્ષિક શો હતો. ચેરિટી કાર્યો માટે ભંડોળ એકઠું કરવા માટે યોજાતા આ વાર્ષિક ફેશન શોમાં વહીદા રેહમાન, આશા પારેખ, શબાના આઝમી, નંદિતા દાસ, જાવેદ અખ્તર, હુમા કુરેશી, નુસરત ભરૂચા, યામી ગૌતમ, મૌની રોય, કીર્તિ ખરબંદા સહિત અનેક બોલીવૂડ હસ્તીઓ, કલાકારોએ હાજરી આપી હતી.

ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે રણબીર અને દીપિકા