ફિલિપીન્સની સુંદરી કેટ્રિઓના ગ્રે બની નવી ‘મિસ યુનિવર્સ’…

‘મિસ ફિલિપીન્સ’ કેટ્રિઓના ગ્રેએ ‘મિસ યુનિવર્સ 2018’નો તાજ જીત્યો છે. બેંગકોકમાં 16 ડિસેંબર, રવિવારે યોજાઈ ગયેલી 67મી ‘મિસ યુનિવર્સ-2018’ સૌંદર્ય સ્પર્ધામાં કેટ્રિઓનાએ ભારત સહિત દુનિયાના 93 દેશોની સુંદરીઓને પરાસ્ત કરીને તાજ જીત્યો છે. ભારતની નેહલ ચુડાસમા ટોપ-20માં પણ સ્થાન મેળવી શકી નહોતી. ભારતે છેલ્લે 2000માં આ તાજ જીત્યો હતો, જ્યારે લારા દત્તા ‘મિસ યુનિવર્સ’ બની હતી. આ વખતની સ્પર્ધામાં સાઉથ આફ્રિકાની ટેમરીન ગ્રીન ફર્સ્ટ રનર-અપ અને વેનેઝુએલાની સ્ટીફેની ગ્યુટેરેઝ સેકન્ડ રનર-અપ બની હતી. 2017ની ‘મિસ યુનિવર્સ’ ડેમી લેઈ નેલ-પીટર્સ (સાઉથ આફ્રિકા)એ કેટ્રિઓનાને તાજ પહેરાવ્યો હતો. આખરી સવાલ રાઉન્ડમાં તમામ-મહિલાઓની બનેલી જ્યૂરીએ કેટ્રિઓનાને પૂછ્યું હતું કે જીવનમાં તું સૌથી મોટો બોધપાઠ શું શીખી છે અને ‘મિસ યુનિવર્સ’ તરીકેના સમયમાં તું આ બોધપાઠને કેવી રીતે અમલમાં મૂકીશ? ત્યારે વિજેતા સુંદરીએ કહ્યું કે, ‘હું મનિલા શહેરમાં ઝૂંપડપટ્ટીઓમાં જઈને સેવા બજાવું છું. ત્યાંની ગરીબી જોઈને હું શીખી છું કે ગરીબ બાળકોનાં ચહેરા ઉપર પણ કેટલી સુંદરતા છે. મિસ યુનિવર્સ તરીકે હું કોઈ પણ વિષમ પરિસ્થિતિને આશાનાં કિરણ તરીકે જોઈશ.’

મિસ યુનિવર્સ-2018 કેટ્રિઓના ગ્રે






આપણામાંથી કોણ વિજેતા બનશે? કેટ્રિઓના ગ્રે અને સાઉથ આફ્રિકાની ટેમરીન ગ્રીનમાં ઉત્સૂક્તા...






મિસ સાઉથ આફ્રિકા ટેમરીન


સ્વિમસુટ રાઉન્ડમાં સ્ટેજ પર હાજર થઈ છે ફાઈનલિસ્ટ્સ સુંદરીઓ