જ્હાન્વીએ પહેલી જ વાર રેમ્પવોક કર્યું…

0
2418
બોલીવૂડની ‘ધડક’ ફિલ્મની અભિનેત્રી જ્હાન્વી કપૂરે પહેલી જ વાર ફેશન શોમાં રેમ્પ પર વોક કર્યું છે. મુંબઈમાં આયોજિત લક્મે ફેશન વીક-2018માં 24 ઓગસ્ટ, શુક્રવારના શો દરમિયાન જ્હાન્વી RElan બ્રાન્ડ માટે અને ડિઝાઈનર નચિકેત બર્વે રચિત બ્લુ અને ગુલાબી રંગના ફ્લોરલ લેહંગામાં સજ્જ થઈને શોસ્ટોપર બની હતી. RElan રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પોલીએસ્ટર બ્રાન્ડ છે.