Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઠંડા પીણાં અને સ્નેક્સ વેચતી કંપની પેપ્સીકો ઈન્ડિયાએ હવે ભારતમાં દૂધ વેચવાનું પણ શરૂ કર્યું છે. એની ક્વેકર ઓટ્સ+મિલ્ક પ્રોડક્ટને ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરે 16 મે, મંગળવારે મુંબઈમાં લોન્ચ કરી હતી. એ પ્રસંગે પેપ્સીકો ઈન્ડિયાના ચેરમેન ડી. શિવકુમાર અને વાઈસ-પ્રેસિડન્ટ (ન્યૂટ્રિશન કેટેગરી) દીપિકા વોરિયર ઉપસ્થિત રહ્યાં હતાં. પેપ્સીના આ દૂધમાં ઓટ્સ (જવ) છે. આ દૂધ બદામ અને કેરીનાં સ્વાદમાં ઉપલબ્ધ છે. આ ફ્લેવર્ડ દૂધ નથી. પેપ્સી બજારમાં પહેલી જ વાર પી શકાતા ઓટ્સ સાથે આવી છે. અન્ય પ્રોડક્ટ્સની સરખામણીમાં આમાં સાકરનું પ્રમાણ ઓછું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS