Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈમાં મેટ્રો-3 યોજના અંતર્ગત પહેલી ટનલ રીંગના કામકાજનો 7 માર્ચ, મંગળવારે પરંપરાગત ધાર્મિક વિધિ સંપન્ન કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો. એ પ્રસંગે મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના એન્જિનીયર્સ, કામદારો તથા મુંબઈનાં એડિશનલ મેટ્રોપોલિટન કમિશનર અશ્વિની ભીડે સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. MMRDA મુંબઈ મહાનગરના માળખાકીય વિકાસ માટે મહારાષ્ટ્ર સરકારે રચેલી કંપની છે. મેટ્રો-3 મુંબઈનો પ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો કોરિડોર છે. આ યોજનાને કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં દક્ષિણ મુંબઈના કોલાબાને વાયા બાન્દ્રા થઈને SEEPZ સાથે જોડવામાં આવશે. આ કોરિડોરમાં 27 સ્ટેશનો આવશે.  33.5 કિ.મી. અંતર લાંબો આ મેટ્રો પ્રોજેક્ટ સંપૂર્ણપણે 2020 સુધીમાં કાર્યાન્વિત થવાની ધારણા છે. આ મેટ્રો લાઈન દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારને ઉત્તર-મધ્ય મુંબઈમાં આવેલા SEEPZ (સાંતાક્રૂઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન)ને જોડશે. કફ પરેડથી ભૂગર્ભ ટ્રેન નરીમાન પોઈન્ટ, ચર્ચગેટ, છત્રપતિ શિવાજી ટર્મિનસ, ગિરગામ, વરલી, માહિમ, કલીના યૂનિવર્સિટી, દાદર, બાન્દ્રા, બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ, સાંતાક્રૂઝ ઈસ્ટ, મુંબઈ એરપોર્ટના બંને – ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ ટર્મિનલ, અંધેરી એમઆઈડીસી થઈને સીપ્ઝ સુધી જશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS