વેસ્ટર્ન રેલવે કર્મચારીઓની ભૂખ હડતાળ

0
1583

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયનના મંડળમંત્રી એચ. એસ. પાલના નેતૃત્વમાં આજે મંગળવારે અમદાવાદના રેલ પ્રબંધક કાર્યાલયના પ્રાંગણમાં રેલવેના કર્મચારીઓની સાંકેતિક ભુખ હડતાળનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખુબ મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ જોડાયા હતા. રેલવે કર્મચારીઓની કેટલાય સમયથી પેન્ડિંગ માંગોને લઈને આજે રેલવે કર્મચારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે સાંકેતિક ભુખ હડતાળ કરી હતી, અને વિવિધ માંગોને લઈને દેખાવો તેમજ સુત્રોચ્ચાર કર્યા હતા.