ટ્વિટરના CEO જેક ડોર્સે ભારતની મુલાકાતે…

0
1008
દુનિયાભરમાં લોકપ્રિય થયેલી અમેરિકન ઓનલાઈન અને સોશિયલ નેટવર્કિંગ સેવા ‘ટ્વિટર’ના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર જેક ડોર્સે હાલ ભારતની મુલાકાતે આવ્યા છે. 12 નવેમ્બર, સોમવારે જેક ડોર્સેએ નવી દિલ્હીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ સત્રમાં હાજરી આપી હતી. જેક ડોર્સે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પણ એમના નિવાસસ્થાને જઈને મળ્યા હતા. ટ્વિટર પર ‘એડિટ’ની સુવિધા મળશે? ‘એડિટ’ બટન ઈન્ટ્રોડ્યૂસ કરવા વિશે જેક ડોર્સેએ સંકેત આપ્યો છે.