ઈટાલીમાં ઈશા અંબાણીની સગાઈના પ્રસંગે પ્રિયંકા…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને પિરામલ ગ્રુપના ઉદ્યોગપતિ આનંદ પિરામલની સગાઈનો પ્રસંગ 21 સપ્ટેંબર, શુક્રવારે ઈટાલીના લેક કોમો ખાતે યોજવામાં આવ્યો હતો. એ પ્રસંગે બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એના ફિયાન્સ નિક જોનાસ અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. સગાઈ પ્રસંગની ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે.