સુમન રાવ બની ‘મિસ ઈન્ડિયા-2019’…

0
838
રાજસ્થાનની 22 વર્ષીય કોલેજવિદ્યાર્થિની સુમન રાવને 'મિસ ઈન્ડિયા 2019' તરીકે ઘોષિત કરવામાં આવી છે. સુમને 15 જૂન, શનિવારે મુંબઈમાં સરદાર પટેલ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ ગયેલા 'ફેમિના મિસ ઈન્ડિયા-2019' સ્પર્ધાનાં ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમમાં તાજ જીત્યો હતો. ગયા વર્ષની વિજેતા અનુકૃતિ વ્યાસે એને તાજ પહેરાવ્યો હતો. સુમન હવે 'મિસ વર્લ્ડ-2019' સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બિહારની શ્રેયા શંકરે 'મિસ ઈન્ડિયા યુનાઈટેડ કોન્ટિનેન્ટ્સ-2019' તાજ જીત્યો હતો જ્યારે છત્તીસગઢની શિવાની જાધવે 'મિસ ગ્રેન્ડ ઈન્ડિયા-2019'નો તાજ જીત્યો હતો.