બેન્કકર્મીઓની દેશવ્યાપી હડતાળ…

0
1464
બેન્ક ઓફ બરોડા સાથે વિજયા બેન્ક અને દેના બેન્કનું વિલિનીકરણ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓએ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના નેજા હેઠળ 26 ડિસેંબર, બુધવારે દેશભરમાં હડતાળ પાડી હતી. એને કારણે દેશભરમાં બેન્કોમાં કામકાજ સ્થગિત થઈ ગયું હતું. મુંબઈમાં એક બેન્ક ખાલીખમ દેખાય છે. બેન્ક કર્મચારીઓની એવી દલીલ છે કે આ ત્રણ બેન્કોના વિલિનીકરણથી ઘણાય કર્મચારીઓની નોકરી જશે અને ઘણી શાખાઓ બંધ કરી દેવી પડશે.