ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીનાં વિજયી સાંસદો સાથે મંદિરમાં દર્શન કર્યા…

0
882
હાલમાં જ સમાપ્ત થયેલી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીના 18 ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. એ તમામની સાથે પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 1 જૂન, શનિવારે પુણેમાં એકવિરા માતાનાં મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. એમની સાથે એમના પત્ની રશ્મી ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે પણ હતાં. મુંબઈમાં, શિવસેનાનાં 3 ઉમેદવાર વિજયી થયા છે. દક્ષિણ મુંબઈમાં અરવિંદ સાવંત, દક્ષિણ-મધ્ય મુંબઈમાં રાહુલ શેવાળે અને ઉત્તર-મધ્ય મુંબઈમાં ગજાનન કીર્તિકર. મુંબઈની પડોશના કલ્યાણમાં શિવસેનાનાં શ્રીકાંત શિંદે, થાણેમાં રાજન વિચારે અને પાલઘરમાં રાજેન્દ્ર ગાવિત વિજયી થયા છે. અરવિંદ સાવંતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું છે અને હેવી ઈન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઈઝીસનું ખાતું સોંપ્યું છે.