251 દીકરીઓને નાણાકીય સહાય પ્રાપ્ત…

0
1404
સુરતસ્થિત પી.પી. સવાણી પરિવાર અને મોવલીયા પરિવાર દ્વારા પિતાવિહોણી 251 દીકરીઓને ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજી સાસરે વળાવી હતી. એ દીકરીઓને ગુજરાત સરકાર યોજિત ‘સાત ફેરા સમુહલગ્ન’ અને ‘કુંવરબાઈનું મામેરું’ યોજનાઓ અંતર્ગત સહાય આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. જે ગુજરાત સરકારે મંજૂર રાખી છે અને દીકરી દીઠ રૂ. 20 હજારની નાણાકીય સહાય પ્રાપ્ત કરાવવામાં આવી છે. સહાયનો ચેક પી.પી. સવાણી હોસ્પિટલ, કાપોદરા ખાતે વલ્લભભાઈ સવાણી, મહેશ સવાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. એમણે જાહેર કર્યું છે કે આ વર્ષે 23 ડિસેમ્બરે ‘લાડકડી લગ્ન’ પ્રસંગે વધુ 251 દીકરોનાં ભવ્ય સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવશે.