‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું લોકાર્પણ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર, બુધવારે દેશના સૌપ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે નર્મદા નદીના કાંઠે એમની વિરાટ કદની પ્રતિમા, જેને સ્ટેચ્યૂ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું છે તેનું લોકાર્પણ સંપન્ન કર્યું હતું. સરદાર પટેલ દેશની એકતા અને અખંડતાના પ્રતિક ગણાય છે. લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગવર્નર ઓ.પી. કોહલી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. સ્ટેચ્યૂ ઓફ યુનિટી 182 મીટર (લગભગ 600 ફૂટ) ઊંચી છે. આ પ્રતિમા દુનિયામાં સૌથી ઊંચા કદની પ્રતિમા બની છે. વડા પ્રધાન પ્રતિમાના લોકાર્પણ પૂર્વે સ્મારક સ્થળ ખાતે બનાવવામાં આવેલા વેલી ઓફ ફ્લાવર્સ ઉદ્યાનનું પણ ઉદઘાટન કર્યું હતું. સરદાર પટેલના પરિવારજનો તથા સગાંસંબંધીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.