સૌથી વિશાળ કદના ‘ભગવદ્દ ગીતા’ ગ્રંથનું વિમોચન…

0
1938
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 26 ફેબ્રુઆરી, મંગળવારે નવી દિલ્હીમાં ISKCON મંદિર ખાતે ગીતા આરાધના મહોત્સવમાં હાજરી આપી હતી અને સૌથી વિરાટ કદ અને વજનના 'ભગવદ્દ ગીતા' ગ્રંથનું વિમોચન કર્યું હતું. આ ગ્રંથ કદમાં 12 ફૂટ લાંબો, 9 ફૂટ પહોળો અને 800 કિલો વજનનો છે. આ પ્રસંગે મોદીએ કહ્યું, ''ભગવદ્દ ગીતા'માં દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે.'
ઈસ્કોન મંદિરે પહોંચવા માટે વડા પ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનમાં સફર કરી હતી. એમને જોઈને પ્રવાસીઓએ સાનંદાશ્ચર્યનો અનુભવ કર્યો હતો.


મેટ્રો ટ્રેનમાં બાળક સાથે વાત કરતા પીએમ મોદી
વડા પ્રધાન મોદી ઈસ્કોન મંદિરે જવા માટે દિલ્હીના ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન ખાતે.