ગાંધીનગરમાં ભુલકાંઓને પોલિયોનાં ટીપાં પીવડાવ્યાં…

0
1174
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને આરોગ્ય ખાતાના રાજ્યપ્રધાન કુમાર કાનાણીએ 28 જાન્યુઆરી, રવિવારે ગાંધીનગરમાં પ્રધાનમંડળ નિવાસ સંકુલના કમ્યુનિટી સેન્ટર ખાતે ભુલકાંઓને પોલિયોની બીમારી સામે રક્ષણ આપતી રસીનાં ટીપાં પીવડાવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય કમિશનર ડો. જયંતિ રવિ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત સરકારે ગુજરાત રાજ્યને 100 ટકા પોલિયો-મુક્ત કરવાનો ધ્યેય નક્કી કર્યો છે. રસીકરણ કાર્યક્રમમાં રાજ્યમાં પાંચ વર્ષની વય સુધીનાં 84 લાખ બાળકોને આવરી લેવામાં આવશે. એ માટે રાજ્યભરમાં 38 હજારથી વધુ બુથ ઊભાં કરવામાં આવ્યા છે. તેમજ 74,સ,648 રસીકરણ ટૂકડીઓ તથા 1,58,861 કર્મયોગીઓ આ ઝૂંબેશમાં સામેલ થયાં છે.