PM મોદીને ગ્રાન્ડ કૉલરથી સન્માનિત કરાયા

0
1174

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેલેસ્ટાઈનના પ્રવાસે છે, પેલેસ્ટાઈનના રામલ્લાહમાં તેમનું રેડકાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભારત અને પેલેસ્ટાઈનના મજબૂત સંબધોને બિરદાવવામાં આવ્યા હતા. પેલેસ્ટાઈનના પ્રેસિડેન્ટ મહમુદ અબ્બાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ કૉલરથી સન્માનિત કર્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઈનના રામાલ્લહમાં પૂર્વ પ્રેસિડેન્ટ યાસર અરાફતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.