પેનાસોનિકે લોન્ચ કર્યા નવા કેમેરા…

0
1667
પેનાસોનિક કંપનીએ ભારતમાં તેના નવા કેમેરા લ્યૂમિક્સ G7 અને લ્યૂમિક્સ G85 લોન્ચ કર્યા છે. કંપનીએ 10 એપ્રિલ, મંગળવારે નવી દિલ્હીમાં એ માટે બોલાવેલી પત્રકાર પરિષદમાં પેનાસોનિક માર્કેટિંગ મેનેજર, પેનાસોનિક ઈન્ડિયાના બિઝનેસ વડા, પેનાસોનિક ઈન્ડિયાના પ્રોડક્ટ વિભાગના વડા અને માર્કેટિંગ કમ્યુનિકેશન્સ વિભાગના વડા ઉપસ્થિત રહ્યા હતા. આ લાઈટવેઈટ કેમેરાનું વજન 435 ગ્રામ (માત્ર બોડી) છે. આ કેમેરામાં 4K વિડિયો રેકોર્ડિંગ, એડિટિંગની ક્ષમતા છે. આ કેમેરા ડિજિટલ સિંગલ લેન્સ મિરરલેસ કેટેગરીના છે. Lumix G85ની કિંમત રૂ. 72,990 છે અને Lumix G7ની કિંમત રૂ. 53,990 છે.

પેનાસોનિક કેમેરા ડિસ્પ્લે કરતી મોડેલ્સ