હાઉસ ઓફ એમ.જી. ખાતે કલમ સત્રનું આયોજન

0
743

અમદાવાદઃ પ્રભા ખૈતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે હાઉસ ઓફ એમ.જી. ખાતે કલમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હિન્દી લેખક નિલોત્પલ મૃણાલે તેમના બેસ્ટસેલર પુસ્તક ‘ધ ડાર્ક હોર્સ’ વિષે વાત કરી હતી. તેમણે આ કાર્યક્રમમાં પોતાના લેખક બનવા સુધીના સંઘર્ષ, પડકારો તથા અનુભવો વિષે રસપ્રદ રીતે વાત કરી હતી. પોતાની નવલકથા ‘ધ ડાર્ક હોર્સ’ની રૂપરેખાની સાથે લેખક નિલોત્પલ મૃણાલે વર્તમાન સમયમાં હિન્દી લેખકો તથા લેખક જગતની પરિસ્થતિ વિષે પણ રસપ્રદ વાતો કરી હતી.