કોરિયાનાં ફર્સ્ટ લેડી તાજમહેલની મુલાકાતે…

0
781
દક્ષિણ કોરિયાનાં ફર્સ્ટ લેડી કિમ જુંગ સૂકે 7 નવેમ્બર, બુધવારે આગરાનાં પ્રેમનાં પ્રતિક તાજમહેલ સ્મારકની મુલાકાત લીધી. કહ્યું, હું મારાં પતિ (મૂન જે-ઈન) સાથે અહીં ફરી આવીશ. એમની સાથે ઉત્તર પ્રદેશનાં પર્યટન ખાતાનાં પ્રધાન રીટા બહુગુણા-જોશી પણ હતાં. કિમ જુંગ સૂકે અયોધ્યામાં દિવાળી ઉજવણી કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને સરયૂ નદીનાં કાંઠાની પણ મુલાકાત લીધી હતી. એ વખતે તેઓ ભારતીય પરંપરાગત પોશાક સાડીમાં સજ્જ થયાં હતાં. કિમ જુંગ સૂક ભારતના ચાર-દિવસના પ્રવાસે આવ્યાં છે.