‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ (PM-KISAN) યોજના’…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી, રવિવારે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ' (PM-KISAN) યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્ર સરકાર પ્રેરિત આ આ કેશ-ટ્રાન્સફર યોજનાથી દેશભરમાં 12 કરોડ જેટલા નાના કિસાનોને આર્થિક લાભ થશે. આ યોજના અંતર્ગત દેશભરના કિસાનોને દર વર્ષે ત્રણ હપ્તામાં રૂ. 2000 એમ, કુલ રૂ. 6000ની રકમ આપવામાં આવશે. આ રકમ જે કિસાનો પાસે પાંચ એકર અથવા એનાથી ઓછી જમીન છે એમને મળશે. વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે કેટલાક કિસાનોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ ઈસ્યૂ કર્યા હતા. આ ક્રેડિટ કાર્ડ મારફત કિસાન કોઈ પણ પ્રકારની બેન્ક ગેરન્ટી વિના રૂ. 1,60,000 સુધીની લોન મેળવી શકશે.