મુંબઈગરાંઓએ માણ્યો ‘કાલા ઘોડા આર્ટ્સ ફેસ્ટિવલ-2018’…

યે હૈ મુંબઈ મેરી જાન… લોકોમાં રહેલી કળા, હસ્તકારીગરી, ચિત્રકામ ટેલેન્ટ તથા ક્રિએટિવિટીની કદરરૂપે તથા એમની કળાને ઉત્તેજન મળે એ હેતુથી દર વર્ષે દક્ષિણ મુંબઈમાં કાલા ઘોડા વિસ્તારમાં યોજાતો ‘કાલા ઘોડા મહોત્સવ’ મુંબઈવાસીઓ તથા મુંબઈ બહારથી આવતા પર્યટકો તથા કલાપ્રેમીઓમાં ઘણો લોકપ્રિય થયો છે. ‘કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ-2018’ ગઈ ત્રીજી ફેબ્રુઆરીએ શરૂ થયો હતો અને 11 ફેબ્રુઆરી, રવિવારે સમાપ્ત થયો હતો. આ વખતના કલા મહોત્સવનો થીમ હતો ‘પર્યાવરણ જાળવણી’. આ ફેસ્ટિવલમાં અનેક આર્ટિસ્ટ્સની વિવિધ તથા અનોખા પ્રકારની કળાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તદુપરાંત, ઘણા કલાકારોએ એમની સાહિત્ય ટેલેન્ટ, બાળકોની પ્રવૃત્તિઓ, રંગભૂમિ, ડાન્સ શો અને સંગીત પરફોર્મન્સની પણ રજૂઆત કરી હતી. કલાપ્રેમીઓએ એમાં જઈને અને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. રવિવારે મહોત્સવનો છેલ્લો દિવસ હોઈ કલાપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)