શ્રીલંકા પર્યટકો માટે સુરક્ષિત છેઃ જેક્લીન ફર્નાન્ડિસ…

0
717
બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ આવતી જુલાઈએ લીડ્સમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપ-2019 મેચ દરમિયાન શ્રીલંકા ટૂરિઝમ માટે પ્રચાર કરવાની છે. 25 જૂન, મંગળવારે મુંબઈમાં શ્રીલંકા ટૂરિઝમ દ્વારા આયોજિત પત્રકાર પરિષદ અને પ્રમોશનલ કાર્યક્રમમાં જેક્લીને પત્રકારોને કહ્યું હતું કે શ્રીલંકા આજે પણ પર્યટકો માટે સુરક્ષિત અને સ્વર્ગસમાન છે. અમને ઘણો ગર્વ છે કે ભારત અમને ઘણા પર્યટકો આપે છે.