ઘરડાંઘરના વડીલો માટે પનઘટ રમઝટ…

0
1117

અમદાવાદઃ શહેરના ટાગોર હોલ ખાતે લોકનૃત્યનો અનોખો કાર્યક્રમ યોજાઇ ગયો. વાર્ષિક મહોત્સવ રુપી મેળાવડાના આ કાર્યક્રમમાં સવિશેષ આમંત્રણ-હાજરી ઘરડાઘર પરિવારોની હતી. 19 વર્ષ કરતાં વધારે સમયથી ગરબા અને લોકનૃત્યોમાં નામના મેળવનાર પનઘટ ગૃપના કાર્યક્રમમાં અતિથિઓ, ભાગલેનાર કલાકારો સાથે ઘરડા ઘરના લોકોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતુ. દેશ વિદેશમાં ગુજરાતની લોકકલાને લઇ જઇ નામના મેળવનાર પનઘટના કલાકારોએ ટાગોર હોલમાં પણ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ