જીએમડીસીમાં ગરબાનો જલસો

0
1856

અમદાવાદઃ નવરાત્રીનો પવિત્ર ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં નવરાત્રીનું ખૂબ મહત્વ છે. આ લોન્ગેસ્ટ ફેસ્ટીવલને તમામ લોકો ખૂબ દિલથી એન્જોય કરતા હોય છે. ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રી ઉત્સવ 2018માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ વર્ષે પણ અનેક પ્રકારના ખાસ આકર્ષણો વચ્ચે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી ઉત્સવ 2018નું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબામાં રોજ મોટી સંખ્યામાં અમદાવાદીઓ ગરબા રમવા આવે છે.