શહેનશાહ આવ્યા વડોદરામાં…

0
11608
બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 20 નવેમ્બર, મંગળવારે વડોદરાના મહેમાન બન્યા હતા. એમણે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી અને શાહી પરિવારજનોને મળ્યા હતા. શહેરના નવલખી મેદાનમાં આયોજિત બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના કાર્યક્રમમાં અમિતાભને પ્રતિષ્ઠિત ‘સયાજી રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અમિતાભ છેલ્લે 1986માં વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. એવોર્ડ સ્વીકારતી વખતે બચ્ચને યુવા પેઢીને અપીલ કરી હતી કે તેઓ પોતપોતાનાં માતાપિતા, વડીલોનો આદર કરે. હું આજે અહીં હાજર થયો છું એનું કારણ મારાં માતાપિતાનાં આશીર્વાદ છે.