રાજકોટમાં ‘ચિત્રલેખા’ યોજિત ‘ઈન્વેસ્ટર્સ અવેરનેસ સેમિનાર’

આદિત્ય બિરલા કેપિટલ અને ‘ચિત્રલેખા’ યોજિત ‘ઈન્વેસ્ટર એજ્યૂકેશન એન્ડ અવેરનેસ’ કાર્યક્રમ અંતર્ગત ‘મ્યુચ્યુઅલ ફંડ્સ એન્ડ ફાઈનાન્સિયલ પ્લાનિંગ કોન્કલેવ-2017’ પરિસંવાદનું આયોજન ૧૦ નવેમ્બર, શુક્રવારે રાજકોટમાં કરવામાં આવ્યું હતું. ડિલક્સ સિનેમા ચોક, કુવાડા રોડ સ્થિત હોટેલ ફર્ન રેસિડેન્સી ખાતે યોજાયેલા પરિસંવાદમાં શ્રોતા-ઈન્વેસ્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આર્થિક જગતમાં અંધાધૂંધીના અણસાર છે. નોટબંધી-જીએસટીના અમલ પછી વિકાસદર ઘટી રહ્યો છે. ફૂગાવો-મોંઘવારી-બેકારી પણ વધ્યાં છે. આવા અનિશ્ચિત માહોલ વચ્ચે નાણાંનું મૂડીરોકાણ તથા બચત માટે શું શું કરવું એનું સચોટ માર્ગદર્શન આજે રાજકોટના ઈન્વેસ્ટરોએ આર્થિક નિષ્ણાતો પાસેથી આ પરિસંવાદમાં મેળવ્યું હતું. પરિસંવાદને અંતે ઈન્વેસ્ટરો સાથે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ પાંચ સવાલ પૂછનારને ઈનામ આપવામાં આવ્યા હતા. (તસવીરોઃ નીતિન કાચા)

એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશનના ગુરુરાજ

એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશનના ગુરુરાજ

એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશનના ગુરુરાજ

અમિત ત્રિવેદી દ્વારા સંબોધન

ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ‘ફાઈનાન્સિયલ પ્લાનિંગ શા માટે ને કઈ રીતે?’ વિષય પર એમના વિચારો પ્રસ્તુત કર્યા

ગૌરવ મશરૂવાળા

પરિસંવાદનું સંચાલન જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદીએ કર્યું હતું.

‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી દ્વારા નિષ્ણાત વક્તાઓ તથા શ્રોતા-ઈન્વેસ્ટરોનું સ્વાગત