૭૬મો દીનાનાથ મંગેશકર એવોર્ડ વિતરણ સમારોહ…

મુંબઈમાં કિંગ્સ સર્કલસ્થિત ષણ્મુખાનંદ હોલ ખાતે 24 એપ્રિલ, મંગળવારે ૭૬મા માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિદિવસ નિમિત્તે દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે સ્વ. સંગીતકાર દીનાનાથનાં પુત્રી અને જાણીતાં પાર્શ્વગાયિકા આશા ભોસલે તથા અન્ય પરિવારજનો ઉપરાંત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. લતા મંગેશકરની તબિયત ઠીક ન હોવાથી તેઓ ઉપસ્થિત રહી શક્યાં નહોતાં. દીનાનાથ મંગેશકર પ્રસિદ્ધ મરાઠી નાટ્યસંગીતકાર અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતજ્ઞ હતા. ઉપરની તસવીરમાં આશા ભોસલે એમનાં બહેનો – મીના મંગેશકર અને ઉષા મંગેશકરની સાથે છે.

આશા ભોસલેને માસ્ટર દીનાનાથ જીવનગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં. આશાજીને 75 વર્ષની પ્રદીર્ઘ કારકિર્દી બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

નીતિન ગડકરી અને આશા ભોસલેનાં હસ્તે વરિષ્ઠ સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાનને એવોર્ડ એનાયત

ફિલ્મ ક્ષેત્રે પ્રદીર્ઘ સેવા આપવા બદલ વરિષ્ઠ ચરિત્ર અભિનેતા અનુપમ ખેરને ગડકરીના હસ્તે વિશેષ એવોર્ડ એનાયત

ફિલ્મ ક્ષેત્રે પ્રદીર્ઘ સેવા આપવા બદલ વરિષ્ઠ ચરિત્ર અભિનેતા અનુપમ ખેરને ગડકરીના હસ્તે વિશેષ એવોર્ડ એનાયત

ઉસ્તાદ અમજદ અલી ખાન અને અનુપમ ખેર