108 Gujarat મોબાઈલ એપ લોન્ચ થઈ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 108 ઇમરજન્સી સેવાઓના નવા ટેકનોલોજીયુકત અભિગમ 108 મોબાઇલ એપનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. આ મોબાઇલ એપ કાર્યરત થવાના કારણે 108ની મદદ માંગનારી વ્યકિતની માહિતી લેટ લોંગ દ્વારા ઘટના સ્થળની વિગતો નજીકની 108 એમ્બ્યુલન્સ સેવામાં ઉપલબ્ધ થવાથી હાલ વ્યકિતની માહિતી મેળવવામાં જે સમય થાય છે તેનો બચાવ થશે. સેન્સ, રીચ, કેર અને ૪૮ કલાકે ફોલોઅપના સંપૂર્ણ સંવેદનશીલ અભિગમને કારણે આપાતકાલમાં માનવજીવનને રક્ષણ મળશે ત્વરિત સારવાર મળશે.

મુખ્યપ્રધાને લોન્ચ કરેલી આ એપ સ્માર્ટ ફોન ધારકો પ્લેસ્ટોરમાં જઇને ‘108 gujarat’ એપ્લીકેશન વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકે છે.