ગુજરાતભરમાં પોલિયો રસીકરણ ઝુંબેશ…

0
842
ગુજરાતભરમાં 11 માર્ચ, રવિવારે રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસંકુલના કમ્યુનિટી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભૂલકાંઓને પોલિયોની રસીનાં ટીપા પીવડાવ્યા હતા. એ પ્રસંગે રાજ્યના આરોગ્યપ્રધાન કિશોર કાનાણી, આરોગ્ય કમિશનર શ્રીમતી જયંતી રવિ પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યમાં 5 વર્ષ સુધીના 85 લાખથી વધુ ભુલકાંઓને પોલિયો રસીકરણ ઝુંબેશ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.