‘લવયાત્રી’નો હિરો આયુષ કહે છે, ‘થેંક્યૂ જયપુર’…

0
888
સલમાન ખાન તેના દ્વારા નિર્મિત આગામી હિન્દી ફિલ્મ ‘લવયાત્રી’માં એનાં બનેવી આયુષ શર્માને ચમકાવી રહ્યો છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ જયપુરમાં ઉતારવામાં આવ્યું છે. આયુષે ફિલ્મમાં તેની હિરોઈન બનેલી વારિના હુસૈન સાથે પોતાની તસવીરો પોતાના ટ્વિટર પેજ પર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘થેંક્યૂ જયપુર’. ‘લવયાત્રી’ આવતી 5 ઓક્ટોબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે. આયુષ સલમાનની બહેન અર્પિતા ખાનનો પતિ છે. દંપતીને એક પુત્ર છે – અહિલ.