બર્થડે બોય શાહરૂખે સૌની શુભેચ્છા સ્વીકારી…

0
1279
બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ૨, નવેમ્બર ગુરુવારે પોતાનો બાવનમો જન્મદિવસ ઉજવ્યો. એને શુભેચ્છા આપવા માટે એના સેંકડો પ્રશંસકો મુંબઈમાં બાન્દ્રા (વેસ્ટ) સ્થિત એના બંગલા ‘મન્નત’ની બહાર મોટી સંખ્યામાં કલાકોથી એકત્ર થયા હતા. સાંજે શાહરૂખ બંગલાની બાલ્કનીમાં આવ્યો હતો અને સૌની તરફ હાથ હલાવીને એમનું અભિવાદન સ્વીકાર્યું હતું. એની સાથે એનો પુત્ર અબ્રામ ખાન પણ હતો. શાહરૂખ પોતાનો જન્મદિવસ ઉજવવા એના પરિવારજનો અને મિત્રોની સાથે મુંબઈની પડોશના પર્યટનસ્થળ અલીબાગ ગયો હતો અને ત્યાંથી ગુરુવારે સાંજે મન્નત બંગલે પાછો ફર્યો હતો. બાદમાં મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલ ખાતે ગયો હતો અને ત્યાં પત્રકાર પરિષદમાં બર્થડે કેક કાપી હતી અને મિડિયાકર્મીઓ સાથે વાતચીત કરી હતી.